ગુરુવાર, માર્ચ 08, 2012

જસદણ



રાજકોટ જિલ્લાના જસદણ આસપાસનો વિસ્તાર પાંચાળ પ્રદેશ તરીકે જાણીતો છે. જસદણ રાજકોટથી 63 કી.મી.ના અંતરે છે. અહીંનો હલર ઉદ્યોગ, હીરા, પટારા તેમજ હસ્તકલા ઉદ્યોગ વિકાસ પામ્યા છે. જસદણની નજીકમાં પ્રાચીન ઘેલા સોમનાથ મંદીર, બીલેશ્વર મહાદેવ છે. હીંગોળગઢના વિસ્તાર પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષક છે.
હીંગોળગઢ પાકૃતિક શિક્ષણ અભ્યારણ્યઃ   રાજકોટ જિલ્લાના જસદણથી 10 કી.મી. દુર 6.54 કી.મી. વિસ્તારમાં પથરાયેલુ હીંગોળગઢ પાકૃતિક અભ્યારણ્ય પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષક રૂપ છે. તે મોતીસર વીડી વિસ્તારમાં છે. અભ્યારણ્યમાં કુંજ, મોટા હંસ, અને બીજા ઘણા યાયાવર પક્ષીઓ જોવા મળે છે. અભ્યારણ્ય શાળાના બાળકેને પ્રાકૃતિક શિક્ષણ શિબિરો યોજીને વિષયક શિક્ષણ આપવા માટે ઉભુ કરાયું છે. શિબિરો માટે જસદણના ભુતપુર્વ દેશી રાજ્યનો પુરાણો કીલ્લો આકર્ષણ રૂપ બને છે. અભ્યારણ્યમાં જવા માટે નવેમ્બરથી માર્ચ શ્રેષ્ઠ મોસમ ગણાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો