ગુરુવાર, માર્ચ 08, 2012

આજી નદી

આજી નદી
રાજકોટ તાલુકાનાં સરધાર તથા લોધિકા ગામ ના ટેકરાઓમાંથી નીકળે છે તેમજ જિલ્લાનાં રાજકોટ, પડધરી અને મોરબી તાલુકામાંથી પસાર થઇ પડધરી તાલુકાનાં ખજૂરડી ગામ પછી જામનગર જિલ્લામાં પ્રવેશીને એજ જિલલાના જોડીયા તાલુકાના રણજીતપર ગામ પાસે સમુદ્રને મળે છે. આજી મુખ્ય સ્વતંત્ર નદી છે. આજી નામનો અર્થ થાય છે પવિત્ર સ્ત્રી.

નદીની કુલ લંબાઇ ૧૦૫ કિ.મિ. છે તથા જીલ્લામાં તેની કુલ લંબાઇ ૬૩ કિમી. જેટલી છે. આજી નદી પર આવેલી યોજનાઓમાં રાજકોટ શહેર નજીક ઓરાવા ગામે આજી ડેમ આવેલ છે. જેનો સ્ત્રાવ ક્ષેત્ર ૧૪૨.૪૫ ચો.કિ.મિ. છે. યોજના આજી- યોજના તરીકે ઓળખાય છે. અને તે પાણી પુરવઠા યોજના છે. તેમજ રાજકોટ તાલુકામાં આજી- યોજના જેનો સ્ત્રાવ ક્ષેત્ર ૧૭૨.૮૮ ચો.કિ.મિ. છે. તથા પડધરી તાલુકામાં આજી- યોજના કે જેનો સ્ત્રાવ ક્ષેત્ર ૪૮૪.૪૦ ચો.કિ.મિ. છે. નદી દક્ષિણ-પૂર્વ દિશા તરફ્થી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વહે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો