શુક્રવાર, માર્ચ 16, 2012

સાંજ સમાચાર ન્યુઝ Link

દિવ્યભાસ્કર ન્યુઝ Link

અકિલા ન્યુઝ Link

સંદેશ ન્યુઝ Link

ગુજરાત સમાચાર Link

જાણવા જેવું


  પૃથ્વીનો ઉપગ્રહ : ચંદ્ર
 - સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ : બુધ
 - પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ : શુક્ર
 - સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ : પ્લુટો
 - સૌથી વધારે તેજસ્વી ગ્રહ : શુક્ર     
 - સૌથી ગરમ ગ્રહ : બુધ
 - સૌથી વધુ ઠંડો ગ્રહ : પ્લુટો
 - રાત્રે લાલ દેખાતો ગ્રહ : મંગળ
 - સવારના તારા તરીકે ઓળખાય : શુક્ર
 - પૂંછડીયો તારો : ધૂમકેતુ
 - ભૂરા રંગનો ગ્રહ : પૃથ્વી
 - પૃથ્વીથી નજીકના બે ગ્રહ : શુક્ર અને મંગળ
 - જે ગ્રહ પર જીવન છે તે : પૃથ્વી

 1. ભારતમાં સૌ પ્રથમ ટીવી ૧૫ સેપ્ટેમ્બર ૧૯૫૯ માં આવ્યું હતું
 2. આઝાદી વખતે ભારતમાં ૫૬૨ રાજ્યો હતા.
 3. વિશ્વનો પ્રથમ ડીજીટલ કેમેરો ૧૯૮૦ માં જાપાન ની સોની કંપની એ બનાવ્યો હતો .
 4. સૌ પ્રથમ સાયકલ ભારત માં ૧૮૯૦ માં બની હતી.
 5. સૌ પ્રથમ મોટર સાયકલ ભારત માં મદ્રાસ મોટર્સ કંપની એ એનફિલ્ડ સાયકલસ લીમીટેડ ની ટેકનોલોજી વડે
 ૩૫૦ સી સી ની ૧૯૫૫ માં બનાવી તે એનફિલ્ડ મોટર સાયકલ હતી.
 6. બ્લુટૂથ ની શોધ ૧૯૪૨ માં સ્વીડીશ કંપની એરિક્સન ને બનાવી.
 7. ૧૯૨૩ માં કોડક કંપની એ કલર ફિલ્મ શોધી.
 8. માનવી ના શરીર માં રહેલી તમામ માંશપેસીઓમાં ફક્ત જીભ જ એવી માંશપેસી છે , જે બંને છેડે બંધાયેલી
 નથી.
 9. ૧૮૫૯ માં સૌ પ્રથમ દાઢી કરવા સેફટી રેઝેર કિંગ જીલેટ નામના સેલ્સમેન ને શોધી.
 10. સ્વીફ્ટ કાર નું વિદેશી નામ કલ્તસ , ક્વોલિસ નું કિઝાંગ , ઈન્ડીકા નું સીટી રોવર છે.

માવજીભાઈ ડોટકોમ

ગુજરાતી લખવા અહી ક્લિક કરો

ગુજરાત Highcort

ફોન્ટ ડાઉનલોડ્સ કરવા અહી ક્લિક કરો

FINANCE DEPARTMENT, GUJARAT, પરિપત્રો

શિક્ષણ વિભાગ ગુજરાત પરિપત્રો

સોફ્ટવેર ડાઉનલોડ્સ કરવા અહી ક્લિક કરો

OJAS.......Link

રોજગાર સમાચાર

Google Translate

એચ.ટાટ પરીક્ષાની આન્સર કી

અંગ્રેજી ગ્રામર બુક

વિજ્ઞાન અને ટેકનોલોજી ની પ્રશ્ન બેંક

મારું ગુજરાત

ઉપયોગી પુસ્તકો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો.

બુધવાર, માર્ચ 14, 2012

અગત્યની વેબસાઈટ-બ્લોગ




1 સાણથલીના સીઆરસી કોર્ડીનેટર શ્રી જયપાલસિંહ જાડેજાનો કલસ્ટર બ્લોગ.

http://sanathalicluster.blogspot.com/

2. પ્રાથમિક શિક્ષકો શ્રી મુકેશ ડેરવાળીયા અને શ્રી કમલેશ ઝાપડીયાનો સંયુક્ત પ્રયાસથી ચાલતો બ્લોગ.

http://abhyaskram.blogspot.com/
3. ગોધરા તાલુકાની નવાનદીસર પ્રાથમિક શાળાનો સ્કુલ બ્લોગ.

http://nvndsr.blogspot.com/
4. સુબીર શુક્લના શિક્ષણને સમર્પિત બ્લોગ.

http://edu-sms.blogspot.com/
http://subirshukla.blogspot.com/
http://kaheysubira.blogspot.com/
5. શ્રીમતી એમ.કે.પટેલ હાઈ સ્કુલના શિક્ષક શ્રી જીતેન્દ્ર પટેલ ના બ્લોગ.

http://jitendragozaria.blogspot.com/
http://jitugozaria.blogspot.com/
http://agemirror.blogspot.com/
6. ટીચર ટ્રેનર અને એજ્યુકેશન રિસર્ચર ડૉ. ભૌમિક ના બ્લોગ.

http://tbhaumik.blogspot.com/
http://srgsctechguj.blogspot.com/
http://saraswatinagar.blogspot.com/
7. શિક્ષણના વિચારોને પ્રેરતો સ્વરૂપ સંપત નો બ્લોગ.

http://mig2008.blogspot.com/
8. શિક્ષક અને વિચારક શ્રી રાકેશ પટેલ નો બ્લોગ.

http://gitanshpatel.blogspot.com/
http://abhyaskram.blogspot.in/2012/02/blog-post_23.html

1. વિકીમેપિયા
http://wikimapia.org/

2. ebookpp.com
આ સાઇટમાં તમને pdf ,doc ,ppt નો ખજાનો મળશે.
સર્ચ બોક્ષમા જે શબ્‍દ લખો તેની, પી.ડી. એફ. ડોક્યુમેન્‍ટ, પાવર પોઇન્‍ટ, અને ફાઇલો મળશે.
http://ebookpp.com/an/animal-photos-ppt.html

3. બાળ સાહિત્‍ય
http://aksharnaad.com/category/gujarati-child-literature/

4. વેબ દુનિયા
કાવ્ય | વાર્તા | નોલેજ | અમરચિત્રકથા | બાળકોના જોક્સ
http://gujarati.webdunia.com/miscellaneous/kidzzone/

5. મેઘધનુષ
1કોની આંખમાં શું ? 2વાતોડિયો કાચબો 3તરસ્યાં પંખી 4જાણવા જેવું 5આપણા ગાંધીબાપુ…. 6કોની પાસેથી શું શીખીશું? 7જાણવા જેવું 8આનંદી કાગડો 9નામ મારું છે ખુશી 10મારી મનમોજી મમ્મી
http://shivshiva.wordpress.com/
6.બાળ-ફૂલવાડી
· ટૂંકી વાર્તા
· બાળને ગમતા
· બાળગીત
· સ્વરચિત રચના
· જાણવા જેવી બાબત
· કાવ્ય
http://vishvadeep.gujaratisahityasarita.org/
7. બાળગીતો વિકિપીડિયા પર.
http://wikisource.org/wiki/Category:%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%97%E0%AB%80%E0%AA%A4%E0%AB%8B
8. બાળગીતો
http://krishnashray.net/index.php/badsahitya/baalgito

9. ગુજરાતી સાહિત્ય પરિષદ
http://www.gujaratisahityaparishad.com/index.html

10. વિકિપીડિયા ગુજરાતીમાં
વિકિપીડિયા

11. બાળ સબરસ ઈ મેગેઝિન
http://www.sabrasgujarati.com/category/section/children/

12. શિક્ષક શ્રી પ્રતિકભાઇનો બ્‍લોગ.
http://myzundala.blogspot.in/

13. શ્રીપ્રતા૫સિંહ બારડનો બ્‍લોગ
http://malshram.blogspot.in/
http://malshram.webs.com/

14. ઝવેરચંદ મેઘાણી
http://jhaverchandmeghani.com/

15. સામાજિક
હસમુખભાઇ પટેલનો શૈક્ષણિક બ્‍લોગ
https://socialcm.wordpress.com/

16. ગુજરાતી પ્રતિભા પરિચય
http://sureshbjani.wordpress.com/

17.માવજીભાઇ ડોટ કોમ
http://www.mavjibhai.com/

18. કલરવ…બાળકોનો
http://rajeshwari.wordpress.com/

19. અક્ષરનાદ પર બાળ સાહિત્ય
http://aksharnaad.com/category/gujarati-child-literature/

20. mp3 બાળવાર્તા ટહુકો પર
http://tahuko.com/audiofilesfortahuko/tadhutabukalu.mp3

21. હોબીવિશ્વ
http://hobbygurjari.wordpress.com/

22. દૃષ્ટિભ્રમ, Illusions
http://www.ritsumei.ac.jp/kic/%7Eakitaoka/index-e.html

23. આરોગ્‍ય.કૉમ
http://gujarati.aarogya.com/

24.ભરતભાઇ ચૌહાણનો બ્‍લોગ
http://okanha.wordpress.com/

25.નવાનદીસર પ્રાથમિક શાળા
ગુજરાત રાજ્ય પંચમહાલ જિલ્લા ગોધરાના તાલુકાની “મસ્તી કી પાઠશાલા” નવાનદીસર પ્રાથમિક શાળાનો બ્‍લોગ.
http://nvndsr.blogspot.in/
https://sites.google.com/site/nvndsrschool/

26. જાદવ નરેન્દ્રકુમારનો બ્‍લોગ
http://jadavnarendrakumar.blogspot.in/
નીચેની યાદી જાદવ નરેન્‍્દ્રકુમાર ના બ્‍લોગ પરથી તેમની મુજુરી થી લીધી છે.

27.પ્રાથમિક મિશ્રશાળા- ઉચ્છદ, તા.જંબુસર, જી.ભરૂચ
http://psuchchhad.blogspot.com/

28. પ્રાથમિક શાળા- સરસ્વતીનગર-આમરોલ, તા.આંકલાવ, જી.આણંદ
http://sarasvatinagarschool.blogspot.com/

29. પ્રાથમિક શાળા-સેડફા, તા.કડી, જી.મહેસાણા
http://bmdpiyush.blogspot.com/

30.પ્રાથમિકશાળા-મોહનપુરા(કુશ્કી),તા.ઇડર, જી.સાબરકાંઠા
http://mohanpuraprimaryschool.blogspot.com/

31.પ્રાથમિક શાળા-વાંટડા, તા.મોડાસા, જી.સાબરકાંઠા
http://vantdaprimaryschool.blogspot.com/

32. પ્રાથમિક શાળા-ભાચુંડા, તા.અબડાસા,જી.કચ્છ
http://shreebhachundaschool.blogspot.com/

33. પ્રાથમિક શાળા-પાટણ, તા.જામજોધપુર, જી.જામનગર
http://patanprimary.blogspot.com/

34.ગુમડા મસ્જીદ પ્રાથમિક કન્યા શાળા- પાટણ
http://gumadamasjidschool.wapka.mobi/index.xhtml

35. પ્રાથમિક શાળા નવા ઉજળા, તા.કુંકાવાવ, જી.અમરેલી
http://navaujalaschool.co.in/

36. સી.આર.સી. મીરઝાપર, તા.ભુજ, જી.કચ્છ
http://crcmirzapar.blogspot.com/

37. સી.આર.સી. હાલાપર, તા.માંડવી, જી.કચ્છ
http://vasantkochara.blogspot.com/

38. સી.આર.સી. માનપુરા, તા.અબડાસા, જી.કચ્છ
http://crcmirzapar.blogspot.com/

39. સી.આર.સી. સઈ દેવળીયા,
http://crcsaidevalia.blogspot.com/

40. સી.આર.સી. નાંદેજ, તા.દસક્રોઈ, જી.અમદાવાદ
http://crcnandej.blogspot.com/

41. સી.આર.સી. નાદિસલા, તા.દેત્રોજ, જી.અમદાવાદ (કેતન ઠાકર)
http://jivantshixan.blogspot.com/

42. સી.આર.સી.જુના કાણકોટ, તા.વાંકાનેર, જી.રાજકોટ
http://crcjunakankot.blogspot.com/

43. સી.આર.સી. એરાલ,
http://crceral.wordpress.com/
44. બી.આર.સી. ધોરાજી
http://brcdhoraji.blogspot.com/

45. બી.આર.સી. કોડીનાર
http://brckodinar.blogspot.com/

46. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- ઇડર
http://dietidar.blogspot.com/

46. જીતેન્દ્રભાઈ પટેલ- મા.શિ. ગોઝારીયા, જી.મહેસાણા
http://jitugozaria.blogspot.com/

47. અમરેલી જીલ્લા આચાર્ય સંઘ
http://jayantjoshi.wahgujarati.com/

48. તમારી શાળાનો રીપોર્ટ જોવા માટેની સાઈટ
http://schoolreportcards.in/

49. શાળા ઉપયોગી પત્રકો માટેનો બ્લોગ
http://www.shixan.tk/
50. રવિન્દ્ર સરવૈયાનો બ્‍લોગ
http://www.ravindrasarvaiya.blogspot.in/

51. ઘનશ્યામ ગટેસણિયા
http://ghpatel.blogspot.in/

ગુરુવાર, માર્ચ 08, 2012

રાજકોટનો ઈતિહાસ

રાજકોટનો ઈતિહાસ

રાજકોટનો ઈતિહાસ



રાજકોટ શહેર આજે તેનાં સાંસ્ક્રુતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક,વિકસીત અને સમ્રૂધ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયુ છે. શહેરનાંઈતિહાસની શરૂઆત ..૧૬૧૨ માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજા થી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુસંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.
..૧૭૨૦ માં રાજકોટ ઉપર તે સમયનાં જુનાગઢ નવાબનાં સુબેદાર માસુમખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસુમખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલેકે ..૧૭૩૨ માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠુ કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો. અને ફરિવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ શહેરનું નામ બદલીને મુળનામ રાજકોટ રાખ્યુ. આમ રાજકોટનાં ઈતિહાસમાં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું.

સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલ્વે



વિજ્ઞાનનો સૌરાષ્ટ્રની ભુમિને હજુ સ્પર્શ થયો હતો તે પહેલાથી કાઠીયાવાડની ઘોડીએ તેની ઝડપ અને તાકત માટે જાણીતી હતી. અગાઉ પાકા રસ્તા હતા અને મોટર, રેલ્વે કે હવાઈ જહાજ જાણીતી વસ્તુ હતી ત્યારથી લોકોનો વ્યવહાર ઘોડાગાડીઓ અને સાંઢણી મારફતે ચાલતો. રાજકોટ વઢવાણ વચ્ચે ટપ્પા ચાલતા તે સમયમાં વાહન વ્યવહારની સ્થિતિ હતી. માર્ગમાં ચોર, ડાકુ અને બહારવટીયાથી લુંટવાનો હંમશા ડર રહેતો તેથી ટપ્પાઓ અને શીઘરામમાં હથિયારબંધ વળાવીયાઓની આવશ્યકતા રહેતી, જેઓ સાધન વિનાના હતા તેઓ પગપાળા પ્રવાસ કરતા પણ તે જાનમાલના જોખમે તે જમાનામાં સમય અમર્યાદીત હતો અને અંતર મર્યાગીત હતું. હિન્દુસ્તાનમાં પ્રથમ રેલ્વે મુંબઈથાણા વચ્ચે 1853 માં નખાઈ અને બી.બી. એન્ડ સી.સી. રેલ્વેવો પાટો વિરમગામ સુધા 1871 માં આવ્યો. હિન્દુસ્તાનમાં પહેલો રેલ્વેનો પાટો નંખાયો તે પછી બરાબર 20 વર્ષે કાઠીયાવાડની ભુમિ પર રેલ્વેનો પાટો નાખવામાં આવ્યો અને વિરમગામથી વઢવાણ સુધીની મોટા માપની ગાડીની શરૂઆત થઈ. રીતે વઢવાણ કાઠીયાવાડનું નાક બન્યું.
કાઠીયાવાડમાં રેલ્વેની શરૂઆત 1879માં થઈ. બાબતમાં ભાવનગર દરબાર પહેલ કરી ભાવનગરથી વઢવાણ સુધી પાટો નાખ્યો. તેજ વર્ષમાં ગોંડલ દરબારે ઢસાથી ધોરાજી સુધી 74 માઈલની રેલ્વે બાંધી. જુનાગઢ અને પોરબંદર રાયોએ પણ 1885 અને 1889માં દરબારે શરૂઆતમાં રાજકોટ અને વઢવાણ વચ્ચે નાના માપની રેલ્વે બાંધી અને પાછળથી મીટરગેજમાં ફેરવી નાખી. આવી રીતે તે મીટરગેડજ રેલ્વેને સૌરાષ્ટ્રથી દીલ્હી સુધી મીટરગેડજ સળંગ આપવા માટે વિરમગામથી વઢવાણ સુધી જે મોટો પાટો હતો. તેને ફેરવીને મીટરગેજમાં બનાવ્યો. રીતે સૌરાષ્ટ્ર દીલ્હી તથા ઉત્તર હિન્દુસ્તાન સાથે રેલ્વેથી સંકળાયું. વીસમી સદીની શરૂઆતમાં કાઠીયાવાડમાં મધ્યમ અને સાંકડા માપની 360 માઈલની રેલ્વેલાઈન હતી. તેમાં કાઠીયાવાડમાં આવેલ વડોદરા રાજ્યની રેલ્વેનો સમાવેશ થતો હતો. તે પછીના 30 વર્ષ દરમ્યાન ઘણી ઝડપી પ્રગતિ થઈ અને પરીણામે રેલ્વે વધીને 1041 માઈલની થઈ. 1948માં જ્યારે 200 ઉપરાંતના કાઠીયાવાડના રાજ્યો એકત્ર થયા અને કાઠીયાવાડનું સંયુક્ત રાજય અસ્તિત્વમાં આવ્યું ત્યારે કાઠીયાવાડની પાંચ જુદી જુદી રેલ્વેનું એકાકીકરણ થયું અને તા.1 લી એપ્રિલ 1950ના રોજ રેલ્વેનો કારોબાર મધ્યસ્થ સરકારે સંભાળી લીધો. પછી સૌરાષ્ટ્ર રેલ્વે ઉતારૂઓને વધુ સગવડ આપવા માટે જલ્દીથી પહોંચી શકાય એવી મેલ ટ્રેન શરૂ કરી જેમાં ઓખા, કિર્તી મેઈલ, સોમનાથ મેઈલ વગેરેનો સમાવેશ થાય છે.

બ્રીટીશ શાસન સમયે રાજકોટ ખાતે એજન્સી થાણું હોઈને કાઠીયાવાડના રજવાડાઓને રાજકોટ શહેરમાં ઉતારો હતા. જેમકે જુનાગઢનો ઉતારો, ભાવનગરનો ઉતારો, વઢવાણનો ઉતારો, પાલીતાણાનો ઉતારો, જામનગરનો ઉતારો, સાયલાનો ઉતારો, મેંગણીનો ઉતારો વગેરે જુદા જુદા સ્ટેટના ગેસ્ટ હાઉસ રાજકોટ શહેરમાં હતા.
સ્વાતંત્રની લડત સમયે રાજકોટ શહેરની રાષ્ટ્રીયશાળા એક મહત્વનું મતક બની હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અહીં ઐતિહાસિક ઉપવાસ કર્યા હતા. રાજકોટના રાજવી સર-લાખાજીરાજ પ્રજાવત્સલ રાજવી હતો. તેમના નામ સાથે જોડાયેલ રાજા-મહારાજઓના પુત્રો, રાજકુમારોને શિક્ષણ માટેની રણજીતસિંહજી જેવા ક્રિકેટરોએ પણ શિક્ષણ લીધું.
સોના ચાંદીના આભુષણોએ પણ દેશભરમાં રાજકોટ શહેરનું નામ ગાજતું કર્યું છે. અહીં બનતા સોના ચાંદીના આભુષણો અને અહીંની કલા કારીગરીએ ચાર ચાંદ લગાવ્યા છે. મુંબઈ હોય કે દીલ્હી, ઈન્દોર હોય કે બેંગ્લોર દેશભરમાં આભુષણોના મોટા શો રૂમોની રાજકોટના કલા કારીગરીએ શોભા વધારી છે. રાજકોટના આભુષણો દેશ વિદેશમાં પ્રખ્યાત નવલી નારીના સોનેરી સ્વપ્નની અલંકૃત વાસ્તવિકતાના દર્શન કરવા હોય તો સૌ કોઈએ રાજકોટની સોનીબજાર જોવી પડે. રાજકોટ શહેર સોના ચાદીના ઘડતર અને કલા કારીગરીમાં દુનિયામાં જાણીતું છે. રાજકોટને બહુમાન અપાવવામાં શહેરના સોની સમાજ ઉપરાંત 15 જેટલી હુન્નરશાળાઓનો મહત્વનો ફાળો છે.
પંદર દસકા પહેલા શહેરના કોઠારીયાનાકાથી દરબારગઢ સુધી સોની બજાર હતી. સોનીની પચાસેક દુકાનો બજારમાં હતી. દુકાનોમાં ગાદલા પાથરેલા રહેતા. અંદરના ભાગમાં થડો રહેતો. થડા વચ્ચે અંગેઠી રહેતી. જેમાં સોનાને તાવવામાં કામ થતું .એરણ, હથોડી, કલમ, કરવતી, સાણસી અને જતેડા જેવા સાધનોથી સોની પોતે અણીથી પણ સુધી દાગીના ઘડતા પચાસ વર્ષ પહેલાની હાટડીઓ આજે દર્શન થતાં નથી. સમયને અનુરૂપ ભપકાદાર શો રૂમોની સોની બજાર ઝગમગી ઉઠે છે. શહેરોમાં નાના મોટા 450 જેટલા શોરૂમ છે. એક અંદાજ પ્રમાણે 60 હજાર જેટલા સોની અને અન્ય કોમના કારીગરો સોના ચાંદીના દાગીના ઘડવાના કામમાં આજે રોકાયેલા છે.
અત્યારે અંગેઠીનું સ્થાન ગેસે લઈ લીધું છે. સમય પ્રમાણે સાધનોમાં પણ ફેરફારો થયા છે. કારીગરો રોજના બસ્સો કીલોથી વધુ સોનુ અને બેહજાર કીલોથી વધુ ચાંદી ઘડીને કલાત્મક આભુષણો તૈયાર કરે છે. એક અંદાજ મુજબ કારીગરો રોજના 15 કરોડથી વધુ કિંમતના સોના ચાંદીના દાગીના ઘડે છે. આભુષણમાં ડીઝાઈનનું ઘણું મહત્વ છે. રાજકોટમાં બનતી સોના ચાંદીની કલાત્મક વસ્તુઓ દેશ પરદેશમાં પ્રખ્યાત છે.

જસદણ



રાજકોટ જિલ્લાના જસદણ આસપાસનો વિસ્તાર પાંચાળ પ્રદેશ તરીકે જાણીતો છે. જસદણ રાજકોટથી 63 કી.મી.ના અંતરે છે. અહીંનો હલર ઉદ્યોગ, હીરા, પટારા તેમજ હસ્તકલા ઉદ્યોગ વિકાસ પામ્યા છે. જસદણની નજીકમાં પ્રાચીન ઘેલા સોમનાથ મંદીર, બીલેશ્વર મહાદેવ છે. હીંગોળગઢના વિસ્તાર પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષક છે.
હીંગોળગઢ પાકૃતિક શિક્ષણ અભ્યારણ્યઃ   રાજકોટ જિલ્લાના જસદણથી 10 કી.મી. દુર 6.54 કી.મી. વિસ્તારમાં પથરાયેલુ હીંગોળગઢ પાકૃતિક અભ્યારણ્ય પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષક રૂપ છે. તે મોતીસર વીડી વિસ્તારમાં છે. અભ્યારણ્યમાં કુંજ, મોટા હંસ, અને બીજા ઘણા યાયાવર પક્ષીઓ જોવા મળે છે. અભ્યારણ્ય શાળાના બાળકેને પ્રાકૃતિક શિક્ષણ શિબિરો યોજીને વિષયક શિક્ષણ આપવા માટે ઉભુ કરાયું છે. શિબિરો માટે જસદણના ભુતપુર્વ દેશી રાજ્યનો પુરાણો કીલ્લો આકર્ષણ રૂપ બને છે. અભ્યારણ્યમાં જવા માટે નવેમ્બરથી માર્ચ શ્રેષ્ઠ મોસમ ગણાય છે.

વિરપુર (જલારામ)


વિરપુર (જલારામ)

ગોંડલથી જેતપુર જતા માર્ગમાં વિરપુર જલારામ બાપાનું તીર્થધામ છે. અહીં દરરોજ સંખ્યાબંધ ભાવીકો અને પ્રવાસીઓ જલારામ મંદીરના દર્શને આવે છે. મંદીર દ્વારા વરસોથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. અહીંની વિશેષતા છે કે, મંદીરમાં કોઈ દાન કે ભેટ નહી ધરવાની વિનંતી કરતી સુચના મુકવામાં આવી છે. પુજય જલારામ બાપાને જનસેવા એજ પ્રભુ જીવન મંત્ર હતો. અને તેમના સેવાકાર્યોને કારણે ગત વર્ષે 1999માં એમની 200મી જન્મ જયંતીની ઉજવણી સમગ્ર ગુજરાત રાજ્યમાં ધામધુમથી કરવામાં આવી હતી. પ્રખર ગુજરાતી સાહીત્યકાર શ્રી ધુમકેતુ વિરપુરના હતા. પુરાતત્વની દ્રષ્ટિએ મહત્વ ધરાવતી મિનળવાવ અહીં છે.

આજી નદી

આજી નદી
રાજકોટ તાલુકાનાં સરધાર તથા લોધિકા ગામ ના ટેકરાઓમાંથી નીકળે છે તેમજ જિલ્લાનાં રાજકોટ, પડધરી અને મોરબી તાલુકામાંથી પસાર થઇ પડધરી તાલુકાનાં ખજૂરડી ગામ પછી જામનગર જિલ્લામાં પ્રવેશીને એજ જિલલાના જોડીયા તાલુકાના રણજીતપર ગામ પાસે સમુદ્રને મળે છે. આજી મુખ્ય સ્વતંત્ર નદી છે. આજી નામનો અર્થ થાય છે પવિત્ર સ્ત્રી.

નદીની કુલ લંબાઇ ૧૦૫ કિ.મિ. છે તથા જીલ્લામાં તેની કુલ લંબાઇ ૬૩ કિમી. જેટલી છે. આજી નદી પર આવેલી યોજનાઓમાં રાજકોટ શહેર નજીક ઓરાવા ગામે આજી ડેમ આવેલ છે. જેનો સ્ત્રાવ ક્ષેત્ર ૧૪૨.૪૫ ચો.કિ.મિ. છે. યોજના આજી- યોજના તરીકે ઓળખાય છે. અને તે પાણી પુરવઠા યોજના છે. તેમજ રાજકોટ તાલુકામાં આજી- યોજના જેનો સ્ત્રાવ ક્ષેત્ર ૧૭૨.૮૮ ચો.કિ.મિ. છે. તથા પડધરી તાલુકામાં આજી- યોજના કે જેનો સ્ત્રાવ ક્ષેત્ર ૪૮૪.૪૦ ચો.કિ.મિ. છે. નદી દક્ષિણ-પૂર્વ દિશા તરફ્થી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વહે છે.