ગુરુવાર, માર્ચ 08, 2012

સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલ્વે



વિજ્ઞાનનો સૌરાષ્ટ્રની ભુમિને હજુ સ્પર્શ થયો હતો તે પહેલાથી કાઠીયાવાડની ઘોડીએ તેની ઝડપ અને તાકત માટે જાણીતી હતી. અગાઉ પાકા રસ્તા હતા અને મોટર, રેલ્વે કે હવાઈ જહાજ જાણીતી વસ્તુ હતી ત્યારથી લોકોનો વ્યવહાર ઘોડાગાડીઓ અને સાંઢણી મારફતે ચાલતો. રાજકોટ વઢવાણ વચ્ચે ટપ્પા ચાલતા તે સમયમાં વાહન વ્યવહારની સ્થિતિ હતી. માર્ગમાં ચોર, ડાકુ અને બહારવટીયાથી લુંટવાનો હંમશા ડર રહેતો તેથી ટપ્પાઓ અને શીઘરામમાં હથિયારબંધ વળાવીયાઓની આવશ્યકતા રહેતી, જેઓ સાધન વિનાના હતા તેઓ પગપાળા પ્રવાસ કરતા પણ તે જાનમાલના જોખમે તે જમાનામાં સમય અમર્યાદીત હતો અને અંતર મર્યાગીત હતું. હિન્દુસ્તાનમાં પ્રથમ રેલ્વે મુંબઈથાણા વચ્ચે 1853 માં નખાઈ અને બી.બી. એન્ડ સી.સી. રેલ્વેવો પાટો વિરમગામ સુધા 1871 માં આવ્યો. હિન્દુસ્તાનમાં પહેલો રેલ્વેનો પાટો નંખાયો તે પછી બરાબર 20 વર્ષે કાઠીયાવાડની ભુમિ પર રેલ્વેનો પાટો નાખવામાં આવ્યો અને વિરમગામથી વઢવાણ સુધીની મોટા માપની ગાડીની શરૂઆત થઈ. રીતે વઢવાણ કાઠીયાવાડનું નાક બન્યું.
કાઠીયાવાડમાં રેલ્વેની શરૂઆત 1879માં થઈ. બાબતમાં ભાવનગર દરબાર પહેલ કરી ભાવનગરથી વઢવાણ સુધી પાટો નાખ્યો. તેજ વર્ષમાં ગોંડલ દરબારે ઢસાથી ધોરાજી સુધી 74 માઈલની રેલ્વે બાંધી. જુનાગઢ અને પોરબંદર રાયોએ પણ 1885 અને 1889માં દરબારે શરૂઆતમાં રાજકોટ અને વઢવાણ વચ્ચે નાના માપની રેલ્વે બાંધી અને પાછળથી મીટરગેજમાં ફેરવી નાખી. આવી રીતે તે મીટરગેડજ રેલ્વેને સૌરાષ્ટ્રથી દીલ્હી સુધી મીટરગેડજ સળંગ આપવા માટે વિરમગામથી વઢવાણ સુધી જે મોટો પાટો હતો. તેને ફેરવીને મીટરગેજમાં બનાવ્યો. રીતે સૌરાષ્ટ્ર દીલ્હી તથા ઉત્તર હિન્દુસ્તાન સાથે રેલ્વેથી સંકળાયું. વીસમી સદીની શરૂઆતમાં કાઠીયાવાડમાં મધ્યમ અને સાંકડા માપની 360 માઈલની રેલ્વેલાઈન હતી. તેમાં કાઠીયાવાડમાં આવેલ વડોદરા રાજ્યની રેલ્વેનો સમાવેશ થતો હતો. તે પછીના 30 વર્ષ દરમ્યાન ઘણી ઝડપી પ્રગતિ થઈ અને પરીણામે રેલ્વે વધીને 1041 માઈલની થઈ. 1948માં જ્યારે 200 ઉપરાંતના કાઠીયાવાડના રાજ્યો એકત્ર થયા અને કાઠીયાવાડનું સંયુક્ત રાજય અસ્તિત્વમાં આવ્યું ત્યારે કાઠીયાવાડની પાંચ જુદી જુદી રેલ્વેનું એકાકીકરણ થયું અને તા.1 લી એપ્રિલ 1950ના રોજ રેલ્વેનો કારોબાર મધ્યસ્થ સરકારે સંભાળી લીધો. પછી સૌરાષ્ટ્ર રેલ્વે ઉતારૂઓને વધુ સગવડ આપવા માટે જલ્દીથી પહોંચી શકાય એવી મેલ ટ્રેન શરૂ કરી જેમાં ઓખા, કિર્તી મેઈલ, સોમનાથ મેઈલ વગેરેનો સમાવેશ થાય છે.

બ્રીટીશ શાસન સમયે રાજકોટ ખાતે એજન્સી થાણું હોઈને કાઠીયાવાડના રજવાડાઓને રાજકોટ શહેરમાં ઉતારો હતા. જેમકે જુનાગઢનો ઉતારો, ભાવનગરનો ઉતારો, વઢવાણનો ઉતારો, પાલીતાણાનો ઉતારો, જામનગરનો ઉતારો, સાયલાનો ઉતારો, મેંગણીનો ઉતારો વગેરે જુદા જુદા સ્ટેટના ગેસ્ટ હાઉસ રાજકોટ શહેરમાં હતા.
સ્વાતંત્રની લડત સમયે રાજકોટ શહેરની રાષ્ટ્રીયશાળા એક મહત્વનું મતક બની હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અહીં ઐતિહાસિક ઉપવાસ કર્યા હતા. રાજકોટના રાજવી સર-લાખાજીરાજ પ્રજાવત્સલ રાજવી હતો. તેમના નામ સાથે જોડાયેલ રાજા-મહારાજઓના પુત્રો, રાજકુમારોને શિક્ષણ માટેની રણજીતસિંહજી જેવા ક્રિકેટરોએ પણ શિક્ષણ લીધું.
સોના ચાંદીના આભુષણોએ પણ દેશભરમાં રાજકોટ શહેરનું નામ ગાજતું કર્યું છે. અહીં બનતા સોના ચાંદીના આભુષણો અને અહીંની કલા કારીગરીએ ચાર ચાંદ લગાવ્યા છે. મુંબઈ હોય કે દીલ્હી, ઈન્દોર હોય કે બેંગ્લોર દેશભરમાં આભુષણોના મોટા શો રૂમોની રાજકોટના કલા કારીગરીએ શોભા વધારી છે. રાજકોટના આભુષણો દેશ વિદેશમાં પ્રખ્યાત નવલી નારીના સોનેરી સ્વપ્નની અલંકૃત વાસ્તવિકતાના દર્શન કરવા હોય તો સૌ કોઈએ રાજકોટની સોનીબજાર જોવી પડે. રાજકોટ શહેર સોના ચાદીના ઘડતર અને કલા કારીગરીમાં દુનિયામાં જાણીતું છે. રાજકોટને બહુમાન અપાવવામાં શહેરના સોની સમાજ ઉપરાંત 15 જેટલી હુન્નરશાળાઓનો મહત્વનો ફાળો છે.
પંદર દસકા પહેલા શહેરના કોઠારીયાનાકાથી દરબારગઢ સુધી સોની બજાર હતી. સોનીની પચાસેક દુકાનો બજારમાં હતી. દુકાનોમાં ગાદલા પાથરેલા રહેતા. અંદરના ભાગમાં થડો રહેતો. થડા વચ્ચે અંગેઠી રહેતી. જેમાં સોનાને તાવવામાં કામ થતું .એરણ, હથોડી, કલમ, કરવતી, સાણસી અને જતેડા જેવા સાધનોથી સોની પોતે અણીથી પણ સુધી દાગીના ઘડતા પચાસ વર્ષ પહેલાની હાટડીઓ આજે દર્શન થતાં નથી. સમયને અનુરૂપ ભપકાદાર શો રૂમોની સોની બજાર ઝગમગી ઉઠે છે. શહેરોમાં નાના મોટા 450 જેટલા શોરૂમ છે. એક અંદાજ પ્રમાણે 60 હજાર જેટલા સોની અને અન્ય કોમના કારીગરો સોના ચાંદીના દાગીના ઘડવાના કામમાં આજે રોકાયેલા છે.
અત્યારે અંગેઠીનું સ્થાન ગેસે લઈ લીધું છે. સમય પ્રમાણે સાધનોમાં પણ ફેરફારો થયા છે. કારીગરો રોજના બસ્સો કીલોથી વધુ સોનુ અને બેહજાર કીલોથી વધુ ચાંદી ઘડીને કલાત્મક આભુષણો તૈયાર કરે છે. એક અંદાજ મુજબ કારીગરો રોજના 15 કરોડથી વધુ કિંમતના સોના ચાંદીના દાગીના ઘડે છે. આભુષણમાં ડીઝાઈનનું ઘણું મહત્વ છે. રાજકોટમાં બનતી સોના ચાંદીની કલાત્મક વસ્તુઓ દેશ પરદેશમાં પ્રખ્યાત છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો