ગુરુવાર, માર્ચ 08, 2012

Rajkot


રાજકોટ

રાજકોટના રાજવી રણમલજી-રજા નો શાસનકાળ ૧૭૯૬૧૮૨૫ રહ્યો હતો. તેમના શાસનકાળ દરમ્યાન અંગ્રેજ સરકારે સૌરાષ્ટ્રમાં રાજકોટ કોઠી અને લશ્કરી છાવણી માટે રાજકોટ રાજ્ય પાસેથી વાર્ષિક ૨૮૦૦ રૂ।. ના ભાડાની કેટલીક જમીન મેળવી, .. ૧૮૨૨ માં તેની કામગીરી શરૂ કરી હતી. રણમલજીના અવસાન પછી તેમના પુત્ર સુરાજી રાજકોટના રાજવી બન્યા. તેમણે રાજ્યની નાણાકિય સ્થિતિ સુધારવા કેટલાક પગલા લીધા હતા. રાજકોટમાં બ્રિટીશ સરકારની કોઠી સ્થપાતા સૌરાષ્ટ્રના રાજા રજવાડા તથા અન્ય લોકોએ રાજકોટમાં જમીન ખરીદવાનું શરૂ કરતા, રાજકોટ શહેરના વિસ્તાર અને આવકમાં વધારો થયો હતો. સુરાજીનું .. ૧૮૪૪માં અવસાન થતા તેમના પુત્ર મહેરામણજી- ૪થા રાજકોટના શાસક બન્યા હતા. તેમનો શાસનકાળ ૧૮૪૪ થી ૧૮૬૨ નો રહ્યો. તેમના રાજ્યકાળ દરમ્યાન દડવા અને હોડથલી ગામની સરહદો પાસે ગોંડલ અને રાજકોટના સૈનિકો વચ્ચે સરહદ અંગે વિવાદ થયો હતો. ત્યારે બ્રિટીશ એજન્સીએ સમયસર દરમિયાનગીરી કરી સમાધાન કરાવ્યું હતું.

મહેરામણજી .. ૧૮૬૨માં અવસાન પામતા તેમના પુત્ર બાવાજી રાજ (..૧૮૬૨-૧૮૯૦) રાજકોટની ગાદીએ આવ્યા. ત્યારે તેમની ઉંમર માત્ર વર્ષની હતી. તેમની નાની ઉમરને કારણે રાજકોટનો વહીવટ તેમના દાદી માતૃ શ્રી નાનીબાએ .. ૧૮૬૨ થી ૧૮૬૭ સુધી કુનેહપૂર્વક ચલાવ્યો હતો. સગીર વયના રાજકર્તાઓના રાજ્યો માટે અંગ્રેજ સરકારે મેનેજમેન્ટનો કાયદો પસાર કર્યો હતો. માટે અંગ્રેજ સરકારે રાજકોટ રાજ્યના વહીવટ માટે કેપ્ટન જે. એચ. લોઇડ ને નિમ્યા. .. ૧૮૬૭ થી ૧૮૭૪ સુધી રાજકોટમાં બ્રિટીશ વહિવટ રહ્યો. .. ૧૮૭૪ માં બાવાજીરાજને રાજ્યના વહીવટમાં મર્યાદિત અને ૧૮૭૬માં સંપૂર્ણ હકો આપવામાં આવ્યા હતા. તેમના અમલ દરમ્યાન ગાંધીજીના પિતા કબા ગાંધી .. ૧૮૮૧ સુધી રાજકોટના દિવાન રહ્યા હતા. સમય દરમિયાન શાસકોના શિક્ષણ માટે .. ૧૮૬૮ માં રાજકોટમાં રાજકુમાર કોલેજનો પાયો નખાયો. બાવાજી રાજ કોલેજની પ્રથમ બેચના વિદ્યાર્થી હતા. રાજકોટમાં કાઠીયાવાડ હાઇસ્કુલ પણ સ્થપાઇ. તેનું નામ પછી આલ્ફ્રેડ હાઇસ્કુલ રખાયું હતું. તેમાંજ ગાંધીજી ભણ્યા હતા. હાલ તેનું નામ મોહનદાસ ગાંધી વિદ્યાલય છે. તેનું ઉદ્દઘાટન .. ૧૮૭૫ માં થયું હતું. તેના બાંધકામનો ખર્ચ જૂનાગઢના નવાબ મહાબત ખાનજીએ આપ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો