ગુરુવાર, માર્ચ 08, 2012

રાજકોટનો ઈતિહાસ



રાજકોટ શહેર આજે તેનાં સાંસ્ક્રુતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક,વિકસીત અને સમ્રૂધ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયુ છે. શહેરનાંઈતિહાસની શરૂઆત ..૧૬૧૨ માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજા થી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુસંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.
..૧૭૨૦ માં રાજકોટ ઉપર તે સમયનાં જુનાગઢ નવાબનાં સુબેદાર માસુમખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસુમખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલેકે ..૧૭૩૨ માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠુ કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો. અને ફરિવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ શહેરનું નામ બદલીને મુળનામ રાજકોટ રાખ્યુ. આમ રાજકોટનાં ઈતિહાસમાં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો