ગુરુવાર, માર્ચ 08, 2012

લેંગ પુસ્તકાલય


રાજકોટ શહેરમાં સિવિલ સ્ટેશન વિસ્તારમાં, (હાલનું પ્રદ્યુમનનગર) રાજકોટના કેળવણીમાં રસ લેતાં અગ્રગણ્ય નાગરીકોએવિદ્યા ગુણપ્રકાશપુસ્તકાલય જાતે શિક્ષણ પ્રાપ્ત કરવાનાં સાધન રૂપે .. ૧૮૫૬માં શરૂ કર્યું હતુ. સભ્યો દ્દવારા મળતાં લવાજમ અને દાનથી તેનો નિભાવ થતો હતો. .. ૧૮૬૪માં તેનું નવું નામ પુસ્તકાલય સમિતિએકાઠિયાવાડ લાયબ્રેરીરાખ્યું હતું. તા. --૧૮૬૪ની સભામાં મકાન માટે વિચારણા કરતાં રૂ. ૧૩,૦૦૦નો લોકફાળો મળ્યો હતો. ૧૮૬૨માંસ્ટેશન લાયબ્રેરીને પુસ્તકાલય સાથે જોડીદેવામાં આવી. ૧૮૬૩માં પુસ્તકાલયમાં ,૫૦૦ અંગ્રેજી તથા ગુજરાતી પુસ્તકો હતા. ૧૮૬૮માં કાઠીયાવાડ પોલિટિકલ એજન્ટ કર્નલ જ્હોન લેંગની સેવા લક્ષમાં લઇને તેનું નામ પુસ્તકાલય સાથે જોડવામાં આવ્યું. ૧૮૬૮માં કોઠી-કમ્પાઉન્ડમાં આવેલ લાયબ્રેરીનું મકાન સરકારી પ્રેસે ખરીદી લીધું અને તેની વેચાણની આવકમાંથી ૧૮૯૩માં જ્યુબિલી બાગનું હાલનું મકાન બન્યું. ૧૯૫૮માં પુસ્તકાલયમાં ૧૮,૦૦૦ પુસ્તકો હતા જે હાલમાં એક લાખનાં આંકડાને વટાવી ચૂકી છે. પુસ્તકાલય રાજકોટ જિલ્લાનું અને કદાચ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું પુસ્તકાય છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો