ગુરુવાર, માર્ચ 08, 2012

વિરપુર (જલારામ)


વિરપુર (જલારામ)

ગોંડલથી જેતપુર જતા માર્ગમાં વિરપુર જલારામ બાપાનું તીર્થધામ છે. અહીં દરરોજ સંખ્યાબંધ ભાવીકો અને પ્રવાસીઓ જલારામ મંદીરના દર્શને આવે છે. મંદીર દ્વારા વરસોથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. અહીંની વિશેષતા છે કે, મંદીરમાં કોઈ દાન કે ભેટ નહી ધરવાની વિનંતી કરતી સુચના મુકવામાં આવી છે. પુજય જલારામ બાપાને જનસેવા એજ પ્રભુ જીવન મંત્ર હતો. અને તેમના સેવાકાર્યોને કારણે ગત વર્ષે 1999માં એમની 200મી જન્મ જયંતીની ઉજવણી સમગ્ર ગુજરાત રાજ્યમાં ધામધુમથી કરવામાં આવી હતી. પ્રખર ગુજરાતી સાહીત્યકાર શ્રી ધુમકેતુ વિરપુરના હતા. પુરાતત્વની દ્રષ્ટિએ મહત્વ ધરાવતી મિનળવાવ અહીં છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો